ગુરુવારે મોરબીમાં નવલખી રોડ ખાતે શ્રમદાનનું આયોજન મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા 8 ડિસેમ્બરના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ક્લસ્ટર નંબર 7ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ક્લસ્ટર નંબર 7 ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરાઈ હતી. આ ઉપરાંત દાણાપીઠ, મતવા ચોક, દાઉદી પ્લોટ, સાવસર પ્લોટ મંગલમ હોસ્પિટલ, ભુત સાહેબ દવાખાના, જનતા ચશ્મા ઘર ખાતે આવેલ GVP તથા હેન્ડકાર્ડ પોઈન્ટની વિઝીટ કરાઈ હતી. સાથે જ ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મંગળવારે અઠવાડીક સફાઈ ઝુંબેશ અંતર્ગત આજરોજ શહેરી વિસ્તારમાં ત્રિલોક ધામ મંદિર વાળો રોડ, લાઇન્સનગર મેઇન રોડ, પાવન પાર્ક, ત્રાજપર ખારી વિસ્તાર, રવાપર ચોકડી થી ન્યુ એરા સ્કૂલ ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી.આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અંતર્ગત આગામી તારીખ 11 ડિસેમ્બર ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે નવલખી રોડ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રમદાનમાં યંગ ઇન્ડિયા ગ્રુપ જોડાશે. આ ઉપરાંત વિવિધ NGO, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તથા નાગરિકને જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.