મોરબી : સ્વચ્છ ભારત મિશન અર્બન તથા ડે.એન.યુ.એલ.એમ યોજના અતર્ગત મોરબી શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા 19 જૂન થી માય થેલી ઈવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી મનપા વિસ્તારના કેસરબાગ, દીપ્તી હેલ્થ સેન્ટર વીસીપરા, આશ્રયગૃહ રેલવે સ્ટેશન રોડ અને ક્લસ્ટર ઓફિસ શનાળા ખાતે સખી મંડળની બહેનો દ્વારા જૂન 2025 થી ઓગસ્ટ 2025 સુધીમાં કુલ 1792 કાપડની થેલીઓ લોકોને ફ્રીમાં બનાવી આપી છે. આ ઈવેન્ટ ઓક્ટોબર 2025 સુધી અઠવાડિયાના દર ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ યોજવામાં આવશે. આ અભિયાનથી સખી મંડળની બહેનોને આર્થિક રીતે રોજગારી પણ મળી રહે છે અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા જાગૃતિ પણ કેળવાઈ રહી છે. તો શહેરીજનોને આ અભિયાનને સફળ બનાવવા સાથ સહકાર આપવા અપીલ કરાઈ છે.