મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 26-12-2025ના રોજ MMC@1ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી. તથા ઇન્ડીયન મેડિકલ એસોસિએશન મોરબીના સહયોગથી મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે બેઝીક લાઈફ સપોર્ટ (BLS) તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં નક્ષત્ર હોસ્પિટલના ડૉ મહેન્દ્ર ફેફર દ્વારા રોડ એક્સીડેન્ટ, પડી જવાથી થતી ઇજા તેમજ ડોગ બાઇટ ના કિસ્સામાં પ્રાથમિક સારવાર વિષે સમજ આપેલ તેમજ ડો મોનિકા પટેલ દ્વારા હ્રદય રોગના હુમલામાં CPR દ્વારા તેમજ આંચકીના કિસ્સામાં દર્દીને પ્રાથમિક સારવાર વિષે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી મનપાના અગ્નિશમન શાખા દ્વારા મોરબી મનપાના સ્ટાફને ફાયર પ્રિવેન્શનને લગતી ટ્રેઈનીંગ અને ફાયર એક્સટીંગયુશર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગ લાગવા કે કોઈ આકસ્મિક આપદા વખતે કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ ફાયર એક્સટીંગયુશરનો ઉપયોગ કેવી રીતે કરવું તેની જાણકારી આપવામાં આવી. આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.