હળવદ : મોરબી જિલ્લા પંચાયતના આઉટસોર્સ કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારથી વંચિત હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અનેક કર્મચારીઓ આર્થિક સંકટમાં સપડાય ગયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પંચાયતમાં કરાર આધારિત નિમણૂક કરેલ 312 જેટલા આઉટસોર્સના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે.હળવદ અને મોરબીમાં ફરજ બજાવતા કર્મચારીઓને માર્ચ,એપ્રિલ અને મે નો હજુ સુધી પગાર મળ્યો નથી.જ્યારે માળીયા,ટંકારા અને વાંકાનેરમાં ફરજ બજાવતા આઉટસોર્સના કર્મચારીઓને પણ છેલ્લા બે મહિનાથી પગાર ન થયો હોવાનું સામે આવ્યું છે.