એસપી રોડ ઉપર કાઢેલા ડાયવર્ઝનની હાલત ભયજનક થઈ જતા વાહન ચાલકો માટે પસાર થવું જોખમી બન્યું મોરબી : મોરબીના ભદ્ર વિસ્તાર ગણાતા એસપી રોડની હાલત ભયજનક થઈ જતા આ રસ્તો જોખમી બન્યો છે. જેમાં કોન્ટ્રાક્ટરે કાઢેલું અહીંનું ડાયવર્ઝનની હાલત એટલી હદે ખતરનાક થઈ ગઈ છે કે ત્યાં 15 જેટલા વાહનો ફસાય ગયા હતા. આથી આ રસ્તે પસાર થવું જોખમી બનતા સ્થાનિક લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. મોરબી શહેરના એસપી રોડની હાલત વિશે એક જાગૃત નાગરિકે વીડિયો અને ઓડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના પાપે આ ભદ્ર વિસ્તારનો એસપી રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેમજ અહીં જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે એ રોડની હાલત તો અતિ ગંભીર છે. આ રોડ વાહનો માટે ચાલવા યોગ્ય રહ્યો જ નથી. રોડ ઉપર નથી કોઈ મોરમ નાખવામાં આવી કે નથી ખાડાઓ રિપેર કરવામાં આવ્યા. રોડની કોઈ જાતની મરમત કર્યા વગર કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન આપી દીધું છે. ઉપરથી છેલ્લા બે દિવસથી પડતા વરસાદથી એસપી રોડ ધોવાઈ ગયો છે અને ઠેર-ઠેર ગારા કીચડ તેમજ પાણી ભરેલા ખાડા હોવાથી આ રોડ જોખમી બનતા ગઈકાલે અહીંથી પસાર થતી વખતે એક પછી એક એમ 15 જેટલી ગાંડી ફસાઈ ગઈ હતી. આ રોડ ઉપર સ્કૂલ બસ ચાલે છે. ન કરે નારાયણ અને આ સ્કૂલ બસ ફસાઈ જાય તો નાના બાળકો આફતમાં મુકાઈ જાય એમ છે. આથી જવાબદાર કોન્ટ્રાકટર અને તંત્ર આ રોડની હાલત વહેલીતકે સુધારે તેવી માંગ તેઓએ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276