મોરબી: આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. મોરબીના વિરપરની નવયુગ સંકુલના વિદ્યાર્થી આર્યન ભેલાએ ધોરણ 10માં 600માંથી 582 માર્ક્સ મેળવીને સર્વોચ્ય પરિણામ મેળવ્યું છે.https://youtu.be/rUfK3QZVcsw?si=QkGpAi-uDmLRYlynઆર્યન ભેલાએ મોરબી અપડેટ સાથે ખાસ વાતચીત કરી હતી અને પોતાની આ સફળતા પાછળનું રહસ્ય જણાવ્યું હતું.ધોરણ 10માં 99.91 PR અને 97 ટકા મેળવનાર નવયુગ સંકુલના વિદ્યાર્થી અને બગથળાના આર્યન ભેલાએ જણાવ્યું હતું કે, અમારી નવયુગ સંકુલના શિક્ષકોના કહ્યા મુજબ રોજનું કામ રોજ કરતો તેથી પ્રેસર આવ્યું નહીં. ગુરુજનોના આદેશને અનુસરતા ગયા તેથી આ સિદ્ધિ મળી છે.આર્યને આગળ ધોરણ 11-12માં એ ગ્રુપમાં અભ્યાસ કરી સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે અન્ય વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો કે, ક્યારેય પરીક્ષાનું પ્રેશર લેવાનું નહીં. ખેલો-કુદો અને મોજ કરો, વાંચન પર પૂરતું ધ્યાન આપો.આર્યનના પિતા પ્રવિણભાઈ ભેલાએ જણાવ્યું કે, પરિણામ પાછળ શિક્ષકોને મહેનત ખૂબ જ હતી. ખૂબ જ ઉત્સાહ સાથે શિક્ષકોએ અભ્યાસ કરાવ્યો છે. વાલી તરીકે અમે પણ કેવી રીતે વાંચવું, શું મહેનત કરવી વગેરે અંગે ધ્યાન આપ્યું હતું. આર્યન રોજનું કામ રોજ કરી લેતો હોવાથી ટેન્શન વિના તેણે પરીક્ષા આપી હતી.