મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી - ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબી જિલ્લા દ્વારાં વિશ્વ વિજ્ઞાન દિવસના અનુસંધાને આઈ.આઈ.ટી. - ગાંધીનગર તથા ગુજકોસ્ટ - ગાંધીનગર દ્વારા અપાયેલ વૈજ્ઞાનિક કીટનું ઑમ શાંતિ ઈ.મી. સ્કૂલ - મોરબી ખાતે બે દિવસનાં વર્કશોપનું આયોજન કરેલ હતું. તેમાં ધોરણ 9 તથા 10નાં વિદ્યાર્થીઓને ગણિત/વિજ્ઞાનની મોડેલ કીટ દ્વારા વિવિધ પ્રયોગો કરી દિપેન ભટ્ટ તથા અજય પાટડીયાએ દ્વારા તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.