ટંકારા : આર્ય સમાજ ટંકારા ત્રણ હાટડી દ્વારા શતાબ્દી મહોત્સવના ભાગરૂપે આગામી 10 ઓગસ્ટના રોજ 'કૃષ્ણ કથા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજના સ્થાપક મહાન સમાજ સુધારક ક્રાંતિકારી સ્વદેશ પ્રેમી શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી મૂળ શંકરના માદરે વતન આર્ય સમાજની સ્થાપના 11/02/1926 ના કરવામાં આવી હતી. ત્યારે ટંકારા પંથક ઉપર આર્ય જગત 2025-26 દરમિયાન શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનું અતિ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પ્રથમ આર્ય વિરો અને વિરાંગના દળની પ્રશિક્ષણ તાલિમ બાદ ટંકારા આર્ય સમાજ દ્વારા બીજો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 10 ઓગસ્ટ ને રવિવારે ગાયત્રીનગર સોસાયટી, ઉગમણા નાકા, ગરબી ચોક, ટંકારા ખાતે યોગીરાજ શ્રી કૃષ્ણના મહત્વ અને તેમના જીવનના પાઠો અંગે માર્ગદર્શન યુવા વક્તા: શ્રી કૂતેશ આર્ય (CA) - અમદાવાદ દ્વારા આપવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા અંગે વાત કરી તો સવારે 8 થી 8:35 સુધી યજ્ઞ, 8:35 થી 8:50 સુધી ભજન / સ્વાગત, 8:50 થી 9 વિશ્રામ, 9 થી 12 કુષ્ણ કથા (ભાગ - 1), 12 થી 2 સુધી ભોજન / વિશ્રામ, 2 થી 2-30 સુધી ભજન જલપાન, 2:30 થી 5:30 સુધી પ્રથમ કથા (ભાગ - 2), આભાર દર્શન શાંતિપાઠ - વિસર્જન આમ એક દિવસનો કાર્યક્રમ રહેશે. જેનો સૌએ લાભ લેવા આર્ય સમાજ ત્રણ હાટડી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.