19 જુલાઈના રોજ શનાળા રોડ અને લખધીરવાસ ખાતે વિવિધ વિષયો પર પ્રવચન તથા વૈદિક યજ્ઞ યોજાશેમોરબી : મોરબીમાં આર્ય સમાજ, લખધીરવાસ દ્વારા દર્શન યોગ મહાવિદ્યાલય-આર્યવન-રોજડ અને દર્શન યોગધામ લાકરોડાના સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજકના ઉપદેશામૃત (પ્રવચન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ આગામી રવિવાર, તારીખ 19/07/2026 ના રોજ મોરબીમાં બે અલગ અલગ સ્થળોએ યોજાશે.આ કાર્યક્રમમાં સવારે વૈદિક યજ્ઞ અને ત્યારબાદ દિવસ દરમિયાન જુદા જુદા વિષયો પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક પ્રવચન પૂર્ણ થયા બાદ 15 મિનિટનો સમય શંકા સમાધાન માટે ફાળવવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખાસવારનું સત્રસમય: સવારે 8:30 થી 9:30 (વૈદિક યજ્ઞ) અને સવારે 9:30 થી 11:00 (પ્રવચન)પ્રવચનનો વિષય: ગૃહસ્થાશ્રમ મેં કૈસે રહેના ચાહિયે ?સ્થળ: વિજયભાઈ રાવલ, 'રવિ', રામેશ્વર સોસાયટી, જી.આઇ.ડી.સી. સામે, શનાળા રોડ, મોરબી.બપોરનું સત્રસમય: બપોરે 4:00 થી 5:15પ્રવચનનો વિષય: ક્યા આપ દુઃખો સે છૂટના ચાહતે હૈ ?સ્થળ: આર્યસમાજ, લખધીરવાસ, મોરબી.રાત્રિનું સત્રસમય: રાત્રે 9:00 થી 10:15પ્રવચનનો વિષય: ધન ક્યોં કમાયે ઔર ધન સે સુખી કૈસે હો ?સ્થળ: આર્યસમાજ, લખધીરવાસ, મોરબી.આ જ્ઞાનવર્ધક અને આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આર્યસમાજ પરિવાર, લખધીરવાસ, મોરબીના પ્રમુખ ઘનશ્યામસિંહ ચુડાસમા, ટ્રસ્ટી વિજયભાઈ રાવલ, મંત્રી ઉદયભાઈ આર્ય અને ઉપપ્રમુખ વિજયસિંહ સિસોદિયા દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે આર્ય સમાજ કાર્યાલયના નંબર 87992 44663 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #AryaSamajMorbi #SpiritualDiscourse #SwamiVivekanandji #MorbiEvents #MorbiNews #VedicYagya