વૈદિક મંત્રોચાર સાથે ગાયના ઘી અને ઔષધિયુક્ત હોમ-દ્રવ્યોની અપાઈ આહુતિટંકારા: ટંકારામાં આર્ય સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ‘વૈદિક હોળી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની શુદ્ધિ અને વૈદિક સંસ્કૃતિના જતનના ઉમદા હેતુ સાથે આ હોળી મહોત્સવ સંપન્ન થયો હતો.આ વૈદિક હોળીમાં મોટી માત્રામાં શુદ્ધ ગાયનું ઘી અને વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી જડીબુટ્ટીયુક્ત હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આર્ય સમાજના મંત્રોચ્ચાર સાથે ટંકારાના વાતાવરણમાં ભક્તિ અને પવિત્રતાનો માહોલ જોવા મળ્યો હતો.વિશેષમાં, ટંકારા ગામમાં પ્રગટાવવામાં આવતી 17 થી 18 જેટલી હોળીઓમાં આર્યવીરો અને માતૃશક્તિ દ્વારા ભ્રમણ કરવામાં આવ્યું હતું. તમામ સ્થળોએ વૈદિક મંત્રોના ગાન સાથે પવિત્ર આહુતિઓ આપીને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં આર્ય સમાજના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.#MorbiUpdate #Tankara #AryaSamaj #VedicHoli #Holi2026 #VedicCulture #EnvironmentFriendly #MorbiNews