મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી GEDA ઉજવે છે ઊર્જા પખવાડિયું અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડિનેટર દિપેન એલ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમ. એમ. સાયન્સ કોલેજમાં ચાલતા એન.સી.સી. કેડેટ હાજર રહ્યા હતા. તેમજ osem અંગ્રેજી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયા હતા. આ રેલીનો મુખ્ય હેતુ ઊર્જા બચત કરવાનો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને એન.સી.સી કેડેટ દ્વારા ઊર્જા જાગૃતિના નારા લગાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઊર્જા જાગૃતિ અભ્યાન બદલ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયા તેમજ એન.સી.સી. ઓફિસર ચૌધરી તેમજ osem અંગ્રેજી માધ્યમ સ્કૂલના આચાર્ય સના કાજી દ્વારા અભિનદન પાઠવવામાં આવ્યા હોવાનું “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ. ભટ્ટ દ્વારા જણાવાયું હતું.