મોરબી : મોરબીમાં વિશિપરા સ્મશાન રોડ ઉપરથી સિટી બી ડિવિઝન પોલીસે એક્ટિવાની ડેકીમાં બિયરના 10 ડબલા લઈને નીકળેલા અરુણ નામના શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક નાસી જતા ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ રીતે એક્ટિવા લઈને નીકળેલા કુમાર દિપકભાઇ પંસારા અને અરૂણભાઇ દિનેશભાઇ હળવદીયાને અટકાવી તલાશી લેતા એક્ટિવાની ડેકીમાંથી બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1000 નો જથ્થો મળી આવ્યો હતો. જો કે, તલાસીની કાર્યવાહી દરમિયાન કુમાર દિપકભાઇ પંસારા નાસી ગયો જતો જેથી પોલીસે એક્ટિવા સહિત 21 હજારના મુદ્દામાલ સાથે અરૂણભાઇ દિનેશભાઇ હળવદીયાને અટકાયતમાં લઈ કુમારને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.