વાંકાનેર પેલેસમાં ‘ગેસલાઇટ' ફિલ્મનુ શુટીંગ થશેઃ વિક્રાંત મૈસી, ચિત્રાંગદાસિંહ સહિતના કલાકારો આવશે વાંકાનેર : આગામી સપ્તાહથી વાંકાનેરના ભવ્ય પેલેસમાં ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં અભિનેત્રી સારા અલી ખાન, અભિનેતા વિક્રાંત મૈસી, અભિનેત્રી ચિત્રાંગદાસિંહ સહીતના વાંકાનેરના શુટીંગ માટે આવી રહયા છે. વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહજીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફિલ્મ ગેસ લાઈટના શુટીંગ માટે આગામી વાંકાનેર પેલેસમાં વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં વાંકાનેરના ભવ્ય પેલેસમાં ફિલ્મ શૂટિંગ માટે આવી રહેલા બૉલીવુડ સ્ટાર સારા અલી ખાન સહીતના કાફલાના રોકાણ માટે મોરબી હોટલમાં વ્યવસ્થા કરવામા આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આમ, વાંકાનેર-મોરબીમાં સારા અલીખાન સહીતના ફિલ્મસ્ટાર મોરબી - વાંકાનેર આવી રહ્યા હોય ફિલ્મ રસીકોમાં અત્યારથી જ હરખ છવાયો છે.