મોરબી : મોરબીમાં આગામી તારીખ 18 ફેબ્રુઆરી થી 23 ફેબ્રુઆરી સુધી આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગનો મહાકુંબ એટલે કે મેગા હેલ્થ એન્ડ હેપિનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુદર્શનક્રિયા, ઘ્યાન, પ્રાણાયામ અને યોગની શિબિર જે હાલના સમયમાં ખુબજ ઉપયોગી છે તેનું આયોજન કરાયું છે.18 થી 23 ફેબ્રુઆરી સુધી મોરબીના રવાપર રોડ પર આવેલા શ્રી શ્રી હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં સવારે 5-30 થી 8 વાગ્યા સુધીની બેચ અને બપોરે 3 થી 5-30 વાગ્યા સુધીની બેચ રહેશે. આ પ્રોગ્રામમાં ભારતીબેન કાથરાણી અને ડો. હર્ષાબેન મોર ભાગ લેનાર લોકોને તાલીમ આપશે. જેમાં પ્રોગ્રામના છેલ્લા દિવસે તમામ લોકો આંતરરાષ્ટ્રીય ટીચર્સ સાથે સત્સંગ અને જ્ઞાનની મજા માણી શકશે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સવારની બેચમાં રજિસ્ટ્રેશન માટે http://aolt.in/841504 અને બપોરની બેચમાં જોડાવવા માટે http://aolt.in/843831 પર જઈને રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. રિપિટરે https://forms.gle/TQgP4sxu3wuqEUD99 લિંક પર જઈને રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 98253 22852, 90997 01005, 97241 40455, 98246 50404, 97123 33331, 9426254660, 98790 41801,97231 04911 પર સંપર્ક કરવા જણાવાયું છે.