મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી દ્વારા તારીખ 6 થી 10 મે સુધી મહી નદીના કાંઠે વાસદ આશ્રમ ખાતે ફેમિલી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફેમિલી સમર કેમ્પમાં 7 થી 12 વર્ષના બાળકો માટે આર્ટ એક્સેલ કોર્ષ, 13 થી 18 વર્ષના તરુણો માટે યસ કોર્ષ અને 18 વર્ષથી ઉપરના માટે હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જેમાં પાંચ વર્ષથી સંસ્થાના સ્વયંસેવક જલ્પાબેન હિરાણી તેમજ સ્વયંસેવકો મોરબીથી બરોડા પાસે આવેલા વાસદ આશ્રમમાં બાળકોને લઈ જશે. જ્યાં બાળકોને મ્યુઝિક મસ્તી યોગા, પ્રાણાયામ, ધ્યાન, સુદર્શન ક્રિયા, આઉટ ડોર ગેમ્સ, ઈનડોર ગેમ્સ દ્વારા ગમત સાથે જ્ઞાન અપાય છે. સાથે ટ્રેકિંગ, બોટિંગ, આર્ટ, વિલેજ ટ્રીપ, થીમ શો, કલ્ચર એક્ટિવિટી, વૈદિક પૂજા વિગેરે પ્રોસેસ દ્વારા બાળકોમાં સારો વિકાસ થાય, જવાબદાર બને મોબાઈલ, ટીવી, વ્યસન જેવી ખરાબ આદતોમાંથી મુક્તિ મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે. આ ફેમિલી સમર કેમ્પમાં જોડાવા માટે જલ્પાબેન હિરાણી મો.નં. 9726225544 અથવા અશ્વિનભાઈ કાસુન્દ્રા મો.નં. 9979272946 નો સંપર્ક કરવા જણાવાયું છે.