મોરબી : કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી તથા જિલ્લા પંચાયત, મોરબીના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર જિલ્લા સ્તરીય આર્ટ ચેમ્પિયનશિપ-2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીના વિશેષ માર્ગદર્શન હેઠળ 7 સપ્ટેમ્બર ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાશે.આ સ્પર્ધાનો હેતુ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં પોતાની સર્જનાત્મકતાને રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરી શકે. સ્પર્ધામાં વિજેતાઓને મોરબી જિલ્લા પંચાયત તરફથી રોકડ ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત દરેક ગ્રુપ વિજેતાઓને ટ્રસ્ટ તરફથી આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. તમામ ભાગ લેનારને સર્ટિફિકેટ આપવામાં આવશે. દરેક સ્પર્ધક માટે ખાસ ભેટ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્પર્ધાના વિષયોની વાત કરીએ તો ધોરણ 3 થી 5 માટે (1) શ્રી કૃષ્ણનો માખણ ચોરતો પ્રસંગ (2) ચંદ્ર પર ઘર (3) મારું જાદુઈ રમકડું, ધોરણ 6 થી 8 માટે (1) સમુદ્ર મંથન (2) મારો પ્રિય સુપરહીરો દુનિયાને બચાવે (3) પક્ષીઓનું આકાશ, ધોરણ 9 થી 10 માટે (1) મહાભારતનું કુરુક્ષેત્ર યુદ્ધ (2) વૃદ્ધોની વાત – યુવાઓની જવાબદારી (3) મોરબીનું હોનરાત, ધોરણ 11 થી 12 માટે (1) ભગીરથ દ્વારા ગંગા અવતરણ (2) AI અને માનવતા (3) ઝૂલતા પુલની દુર્ઘટના, કોલેજ અને અન્ય માટે (1) વિષ્ણુનું વિરાટ સ્વરૂપ દર્શન (2) મારું ભારત : 2047 (3) સમયનું ચક્ર રહેશે. સ્પર્ધાનો સમય 2 કલાક રહેશે. સ્પર્ધકોએ ડ્રોઇંગ પેપર A3 સાઇઝનું રહેશે. ક્રેયોન/વોટર કલર/ઓઇલ પેસ્ટલ્સ બધું માન્ય રહેશે. વિષય યાદીમાંથી માત્ર એક વિષય પસંદ કરવો. નોંધણી માટે kalyangcg.in/ લિંક પર જઈને કરાવવાની રહેશે. આ ઉપરાંત હેલ્પલાઈન માટે પ્રમુખ ગૌરવભાઈ જાની (મો.નં. 99 98 90 68 00) નો સંપર્ક કરવા જણાવાયું છે. શાળા, કોલેજો તથા ખાનગી ક્લાસિસને તેઓના વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા જણાવાયું છે.