લીંબુના ભાવમાં વધારો, પ્રતિ મણે 900 રૂપિયા સુધીના ભાવ બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 9 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ ઘઉં, તલ અને જીરું ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 26 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 540 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 80 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1932 રૂપિયા સુધી બોલાયા હતા. તો જીરુંના 3550 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 900 રૂપિયા, કારેલાના 300 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 540 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 900 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.