અધિકારીઓ દ્વારા ટ્રેનનું સ્વાગત કરાયું : વીવીપેટ મશીનનું નિર્દેશન કરી મતદાન વિશે સમજણ અપાઈ : સિગ્નેચર કેમ્પઈન પણ યોજાયુ મોરબી : લોકસભાની ચૂંટણી સંદર્ભે મતદાર જાગૃતિ માટે ખાસ શણગારેલી કામખ્યા એક્સપ્રેસ ટ્રેન આજે મોરબીમાં આવી પહોંચી હતી. અધિકારીઓએ આ ટ્રેનનું સ્વાગત ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું અને વિવિપેટ મશીનનું નિર્દેશન કરીને લોકોને મતદાન કરવા જાગૃત કર્યા હતા. લોકસભાની ચૂંટણીના અનુસંધાને મતદાનની જનજાગૃતિ માટે ગાંધીધામ કામખ્યાં એક્સપ્રેસ ટ્રેનને ખાસ શણગારવામાં આવી છે.મતદાર જાગૃતિ માટે શણગારેલી આ ટ્રેન આજે મોરબીના મુખ્ય રેલવે સ્ટેશને આવી પહોંચી હતી.ત્યારે કલેકટર માકડીયા,એસપી ડો. કરનરાજ વાઘેલા, જિલ્લા ચૂંટણી અધિકારી ગઢવી સહિતના અધિકારીઓએ આ ટ્રેનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.આ તકે મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિવિપેટનું નિર્દેશન કરીને લોકોને મતદાન કેવી રીતે કરવું તેની સઘળી માહિતી આપવામાં આવી હતી.ઉપરાંત સિગ્નેચર કેમ્પઈન કરવામાં આવ્યું હતું સેલ્ફી પણ લેવામાં આવી હતી.અને 1 હાજર લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્રએ લોકસભાની ચૂંટણીમાં ભયમુક્ત રીતે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા સમજાવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news