કાર રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મોરબી : રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રાનું ગુરુવારના રોજ મોરબીમાં આગમન થતું હોવાથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજપૂત કરણી સેના ગુજરાત આયોજિત એકતા યાત્રા તા.1 થી 16 સુધી માતાના મઢથી કરી શરૂ સોમનાથ ખાતે પુર્ણાહુતી થશે.આ એકતા યાત્રા તા.12ને ગુરુવારના રોજ મોરબીના આંગણે આવી રહી છે.ત્યારે સાંજે 4 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠેથી રાજપૂત સમાજવાડી,ઘુનડા રોડ,શકત શનાળા ખાતેથી કાર રેલી યોજાશે.સાંજે 7 કલાકે રાજપૂત સમાજવાડી,ઘુનડા રોડ,શકત શનાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.સાંજે 8:30 કલાકે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે.વધુ માહિતી માટે દેવેન્દ્રસિંહ જાડેજા મો.78029 77777,વિશ્વરાજસિંહ જાડેજા મો.99789 00050 પર સંપર્ક કરવો.