૨૪ માર્ચથી ચૈત્રી સમૂહ આયંબિલ ઓળીનો પ્રારંભમોરબી : સમસ્ત જૈન સમાજ દ્વારા આગામી તારીખ ૨૪મીથી ચૈત્રી શાશ્વત સમૂહ આયંબિલ ઓળીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પાવન પ્રસંગે અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજ્ય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી ખાતે પધાર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત આ ચૈત્રી શાશ્વત સમૂહ આયંબિલ ઓળી ૧૦ દિવસ સુધી ચાલશે. આચાર્ય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ઉજવાઈ રહેલા આ ધાર્મિક મહોત્સવમાં જોડાઈને ધર્મલાભ લેવા જૈન સમાજના ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiUpdate #JainSamaj #AyambilOli #BhavchandraMuniMaharaj #MorbiNews #Jainism