મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વિશિપરા મદીના મસ્જિદની બાજુમાં રોડ ઉપર છૂટક પતંગ દોરીનું વેચાણ કરતા ઇમરાનભાઈ રસુલભાઈ જેડા ઉ.વ.24 રહે.વિશિપરા કુલીનગર-1 વાળાને 12 નંગ ચાઈનીઝ દોરીની ફીરકી સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.