કોરોના અંગે અફવા ફેલાવતા લોકો સાવધાન : મોરબી : મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ગંભીર રૂપ ધારણ કયું છે ત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક તત્વો ખોટી અફવા ફેલાવી રહ્યા હોય આવા જ એક કિસ્સામાં પોલીસે અફવા ફેલાવનાર યુવાનની ધરપકડ કરી ખોટી અફવા ફેલાવનાર સામે લાલ આંખ કરી છે.મોરબીના જેતપર રોડ ઉપરથી કોઈ સિરામિક કંપની અંદરથી એક ઓડીયો કલીપ વાઇરલ થઇ હતી જેમાં બોલવામાં આવ્યું હતું કે આજે એક કારખાનાં ટેસ્ટિંગ કરવામાં આવતા ૪૦ થી વધુ લોકો કોરોના સંક્રમીત થયા છે એ પ્રકારનો એક ઓડિયો ઓડિયો વાયરલ થયો હતો. જેની તપાસ દરમ્યાન આ ઓડીયો સત્યથી વેગડો હોય અને તે સંદર્ભે પોલીસે હાલમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને એક યુવકની ધરપકડ કરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ આર્કિટોન સિરામિક જેતપર રોડમાંથી એક ઓડિયો વાયરલ થયો હતો કે જેમાં ત્યાં નોકરી કરતા ધ્રુવ રમેશભાઇ ભાટીયા પટેલ (ઉમર ૨૮) હાલ રહે.મોરબી-૨ ઉમાટાઉનશીપ શિવાલીક એપાર્ટમેન્ટ મૂળ રહે.જીકીયારીની સોશ્યલ મિડીયામાં ખોટી અફવા ફેલાવીને ભયનો માહોલ ઉભો કરવાના ઉપરોક્ત બનાવમાં ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મોબાઇલમાં ઓડીયો બનાવીને વોટસએપમાં વાઇરલ કરીને ગ્રુપમાં એવી ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી કે એક કારખાનામાં ૪૦ થી વધુ કોરોના પોઝીટીવ કેશ આવેલ છે. જે ખોટી અફવા ફેલાય અને લોકોમાં ભયનો માહોલ ઊભો થાય તે પ્રકારનો ઓડીયો હોય પોલીસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૪ તેમજ આઈપીસીની કલમ ૫૦૧(૧)(ખ) મુજબ હાલમાં ધ્રુવ રમેશભાઇ ભાટીયા નામના યુવાનની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.આમ, મોરબીમાં ખોટી અફવા ફેલાવતા તત્વોને શાનમાં સમજી જવા ઈશારો કરી ઓડિયો કલીપ વાયરલ કરનાર સામે કડક પગલાં ભરી દાખલારૂપ કામગરી કરી છે.