માસૂમ બાળકના આંત્યતિક પગલાંથી ચકચાર મોરબી : મોરબી તાલુકાના જશમતગઢ ગામમાં નવ વર્ષના બાળકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યું છે. મૂળ ઝારખંડના સિંઘભુમ જિલ્લાના કેલેન્ડે ગામના વતની અને હાલ મોરબી તાલુકાના જશમતગઢ ગામમાં પાવડીયારી કેનાલ પાસે એક્ષોલી સીરામીકમાં મજૂરી કામ કરી લેબર ક્વાટરમાં રહેતા પાતોરભાઇ પાંડુભાઇ સાવૈયાના 9 વર્ષીય પુત્ર સિકુરએ ગઈકાલે તા. 9ના રોજ સિમેન્ટની બારીની ગ્રીલ સાથે કોઇપણ કારણસર કપડાથી ગળે ફાંસો ખાય લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી કાર્યવાહી કરી હતી. સિકુરની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પીટલે લઇ જતા ડોક્ટરે અન્ય એકસપર્ટ ડોકટર પાસે પી.એમ કરવાનો અભિપ્રાય આપતા લાશને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા પેનલ ડોકટરએ લાશનું પી.એમ. કર્યું હતું. અને સિકુરનું મોત ગળેફાંસો ખાઇ જવાથી થયું હોવાનું શોર્ટ કોઝ ઓફ ડેથમાં જણાવેલ છે.