મોરબી : મોરબીમાં દર વર્ષે અષાઢી બીજના પાવન પર્વે ભરવાડ અને રબારી સમાજ દ્વારા સંયુક્ત રીતે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી યોજાતી આ પરંપરાગત રથયાત્રાનું સંવત 2082ના અષાઢી બીજ એટલે કે તારીખ 16-07-2026, ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે મહેન્દ્રપરા શેરી નંબર 17 ખાતે આવેલી મચ્છુ માતાજીની જગ્યા પરથી ભવ્ય પ્રસ્થાન થયું હતું.આ રથયાત્રા શહેરના વિવિધ મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈને દરબારગઢ સ્થિત કોઠાવાળા મચ્છુ માતાજી મંદિરે પહોંચી હતી. રથયાત્રા દરમિયાન યુવક-યુવતીઓ દ્વારા દાંડિયારાસ, હુડો અને વિવિધ પરંપરાગત સાંસ્કૃતિક રમતોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ શોભાયાત્રામાં રાસની રમઝટ માટે ગોપાલ ભરવાડ એન્ડ ગ્રુપ, ભાવેશ ભરવાડ, મનીષાબેન ભરવાડ, સંજયભાઈ ભરવાડ અને કૌશિક અલગોતરે સુર રેલાવ્યા હતા.45,000 લોકો માટે વિશાળ સેવાયજ્ઞ અને મહાપ્રસાદઆ મહોત્સવમાં જોડાનાર તમામ માઈભક્તો માટે ભવ્ય ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસાદ વ્યવસ્થાના સંચાલક જામનગરના વિપુલભાઈ (મહાલક્ષ્મી કેટરર્સ) અને મોરબીના નાગજીભાઈ ભરવાડ (ગોપાલ કેટરર્સ)ના જણાવ્યા અનુસાર, આ વર્ષે આશરે 40,000 થી 45,000 લોકો માટે મહાપ્રસાદ તૈયાર કરાયો છે. જેમાં 3,000 થી 4,000 કિલકિલો ફરાળી ચેવડો , 2,500 થી 3,000 કિલો ફરાળી શીરો (જેમાં 400 થી 450 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરાયો છે) અને 50 થી 60 કટ્ટા બટેટાની સૂકી ભાજી તેમજ છાસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.આ સમગ્ર સેવાયજ્ઞને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા અને આજુબાજુના ગામડાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના 300 થી વધુ સ્વયંસેવકો તન-મન-ધનથી સેવા આપી રહ્યા છે.સાંજે મહાઆરતી અને રાત્રે ડાકની રમઝટરથયાત્રા મહોત્સવ અંતર્ગત આજે સાંજે 7:00 કલાકે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પ્રવિણભાઈ ધાંગિયા દ્વારા શક્તિ ડિજિટલ યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રે 10:00 કલાકે મચ્છુ બારી, દરબારગઢ ખાતે જાણીતા ડાક કલાકાર સંજયભાઈ બુઘેલ દ્વારા ડાક ડમરુની ભવ્ય રમઝટ બોલાવવામાં આવશે.#Morbi #AshadhiBij #RathYatra #MacchhuMataji #MahaPrasad #MorbiNews #MorbiUpdate