મોરબી : માતૃશ્રી વિરબાઈ માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા દરરોજ સાંજે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી કઢી-ખીચડી જમાડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેથી આખો શ્રાવણ માસ મોરબીના દાતા માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સહયોગથી મોરબી સિવિલ હોસ્પિટલમાં દરરોજ બપોરે ફરાળ સાથે સ્વીટ અને સાંજે કઢી-ખીચડી અને શાક જમાડવામાં આવશે. જે નિમિત્તે ગઈકાલે 6 ઓગસ્ટના રોજ સિવિલ હોસ્પિટલમાં સાબુદાણાની ખીચડી સાથે ગુલાબજાંબુ જમાડવામાં આવ્યા હોવાનું અલ્પાબેન કક્કડ દ્વારા જણાવાયું હતું.