મોરબી : રાજકોટના વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને અર્પિત મહિલા ટ્રસ્ટ મોરબી આયોજીત રાહતદરે મીઠાઈ, ફરસાણ અને નમકીન વિતરણ કરવામાં આવશે. જેમાં કાજુ કતરી રૂ. 700ની કિલો, બંગાળી મીઠાઈ રૂ. 340ની કિલો, બટર સ્કોચ બરફી/ ગુલાબ પાક/ થાબડી/ ટોપરા પાક રૂ. 280ના કિલો, ચવાણા રૂ. 140ના કિલો, નમકીન રૂ. 140ના કિલો, ફરસાણ રૂ.140ના કિલો લેખે આપવામાં આવશે. બુકીંગ તા.31થી 8 નવેમ્બર રહેશે. ઓર્ડર લખાવવા માટે રંજનબેન ભાયાણી મો.નં. 7016804303 તથા મિતભાઈ મો.નં. 6352655535 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ઓર્ડર તા.10 નવેમ્બરે સવારે 10થી બપોરે 3 સુધી અર્પિત મહિલા ટ્રસ્ટ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જ્ઞાનપથ સ્કૂલની સામે, સીધેશ્વર મહાદેવ મંદિરની પાસે મોરબી ખાતેથી મળશે.