સાંજે ભારતના 4:30 વાગ્યે (દુબઈના 3 વાગ્યે) ફ્લાઇટ પુનઃ શરૂ થવાની શકયતા : બે ઉદ્યોગકારો વાયા ઓમાન થઈ રિટર્ન આવવા નીકળ્યા : આજે દુબઇ જનારા 35 જેટલા લોકોએ પણ ત્યાં જવાનું માંડી વાળ્યું મોરબી : હાલ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં દુબઇ ઉપર પણ મિસાઈલો ફેકવામાં આવતા સલામતી માટે દુબઇએ તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે. જેથી અનેક ગુજરાતીઓ દુબઇ એરપોર્ટ ઉપર ફસાયા છે. તેઓ ફ્લાઇટ ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આમાં મોરબીના પણ દસેક લોકો હાલ ત્યાં હોય અને ફ્લાઇટ શરૂ થવાની રાહ જોઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યા છે. ઈરાને અમેરિકા અને ઇઝરાઇલ સામે મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ કર્યા પછી બીજા અમુક મુસ્લિમ દેશો પર પણ હુમલો કર્યો છે. જેમાં તેણે યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE) ના દુબઈ શહેરમાં પણ હુમલાઓ કર્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ ઇરાને દુબઇ પર મિસાઈલના હુમલા કર્યા, જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ નુકસાન પણ પહોંચ્યું છે. આ હુમલાને કારણે દુબઇએ તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે. આ અંગે વિગતો આપતા અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જીજ્ઞેશભાઈ અઘારાએ જણાવ્યું કે હાલ મોરબીના દશેક જેટલા તેમના ક્લાયન્ટ દુબઈમાં છે. મોટાભાગના બિઝનેશ પરપોઝથી ત્યાં ગયેલા છે. જેમની ગઇકાલની રિટર્ન ફ્લાઇટ હતી. તે કેન્સલ થવાથી તેઓ ત્યાં રહી ગયા છે. આજે ભારતના સમય પ્રમાણે સાંજે 4:30 વાગ્યે (દુબઈના બપોરના 3 વાગ્યે) ફ્લાઇટ પુનઃશરૂ થાય તેવી શકયતા છે. જેથી તેઓ આજે ફ્લાઇટમાં રિટર્ન આવી શકશે. વધૂમાં તેઓએ જણાવ્યું કે બે ઉદ્યોગકારો એવા હતા જેમનું સેડ્યુલ ટાઈટ હોવાના કારણે રિટર્ન આવવામાં તેઓને ઉતાવળ હતી. તેઓ દુબઇથી મસ્ક્ત (ઓમાન) બાય રોડ બસમાં ગયા હતા. ત્યાંથી તેઓએ બેંગ્લોરની ફ્લાઇટ લીધી હતી. પરંતુ દુબઈથી ઓમાન જવા ઓમાનના વિઝા જરૂરી છે. બીજો વિકલ્પ એ છે કે ઓમાન બાય રોડ પ્રવેશવા અમેરિકાના વિઝા હોય તો પણ ઓન અરાઈવલ વિઝા મળી શકે છે. અંતમાં જીજ્ઞેશભાઈએ જણાવ્યું કે આજે 35 જેટલા લોકો દુબઇ જવાના હતા. તેઓએ પણ પોતાની ટીકીટ રદ કરી દીધી છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે હાલ આપણે સોશિયલ મીડિયામાં જે રીતે દુબઈની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. ત્યાં ગયેલા લોકો કહી રહ્યા છે કે આવી પણ કપરી પરિસ્થિતિ નથી. લોકો શાંત છે. રૂટિન બધા કામ ચાલુ છે. અને અમુક નિશ્ચિત સ્થળે જ હુમલા થયા છે.#morbiupdate #morbi #dubai #iranisraelwar #usawar #donaldtrump #dubaiairport #flightcancle #ticketcancle #warnews #warupdate