ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી અને માથે ધૂળ નાખી રોડને સુરક્ષિત કરી દીધોમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડની સામેના રોડ ઉપર તેલ ઢોળાતા સાતેક ટુ વ્હીલર લપસ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઇ રોડને સુરક્ષિત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી કરીયાણું ભરીને રીક્ષા જતી હતી. તેમાં પ્લાસ્ટિકની કોથળીમાં તેલ ભરેલું હતું. આ કોથળી તૂટી જતા તેલ રોડ ઉપર ઢોળાયુ હતું. જેના કારણે અહીંથી પસાર થતા સાતેક જેટલા ટુ વ્હીલર ચાલક લપસ્યા હતા. આ અંગેની જાણ શહેર ભાજપ મંત્રી ભુપતભાઇ જારીયા દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટિમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં ફાયર વિભાગની ટીમે રોડ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને ધૂળ નાખી રોડ ઉપરથી ચીકાસ દૂર કરી રોડને સુરક્ષિત બનાવી દીધો હતો.