કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા ઓર્ગેનિક શાકભાજી વાવવા અનુરોધ: દેશી પાલકના બીજનું નિઃશુલ્ક વિતરણ કરાયુંમોરબી અપડેટ : આજ રોજ મોરબીની એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતી ધોરણ 9, 10, 11 અને 12 ની અંદાજે 400 જેટલી વિદ્યાર્થિનીઓને કીચન ગાર્ડન બનાવવા અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને કીચન ગાર્ડન માટે સ્થળ, સાધન, માટી, બીજ અને પાણી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને દરેક બહેનોને પોતાના ઘરે વાવવા માટે દેશી પાલકના બીજનું પેકેટ ફ્રીમાં આપવામાં આવ્યું હતું.હાલના સમયમાં શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, જેના કારણે ગામે ગામ અને ઘરે ઘરે કેન્સર જેવી ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે. આ ઝેરી રસાયણોથી બચવા અને ઘરે જ દેશી ઓર્ગેનિક શાકભાજી વાવીને તેનો ઉપયોગ કરવા માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થિનીઓ જાતે બીજરોપણ અને ઉછેર કરે તેમજ પ્રકૃતિ પ્રત્યેની તેમની કુતૂહલતા સંતોષાય તેવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.આ તાલીમમાં ખાસ કરીને પાલકની પસંદગી કરવામાં આવી હતી, કારણ કે વ્યાપારી ધોરણે ઉગાડાતી પાલકમાં પુષ્કળ રાસાયણિક દવાનો ઉપયોગ થતો હોવાથી તે સૌથી વધુ પ્રદૂષિત શાકભાજી બની રહે છે અને તેના દ્વારા શરીરમાં સૌથી વધુ ઝેર ફેલાય છે. આ તાલીમ પર્યાવરણ પ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મધુરમ ફાઉન્ડેશન, મોરબીના પ્રમુખ ડૉ. મધુસૂદન પાઠક, સી.આર.સી. કોઓર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયા તથા એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ઉષાબેન જાદવ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #KitchenGarden #OrganicFarming #MPShethGirlsHighSchool #HealthAwareness #MorbiUpdate #MorbiNews #GujaratEducation