મોરબી : વાવાઝોડાને પગલે મોરબીના બેલા (રંગપર) સમાજ વાડીમાં 350 જેટલાને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી કરવામાં આવી છે. બેલા ગામના સરપંચ જોષનાબેન, કાંતિલાલ ઉઘરેજા, મોતીભાઈ રબારી, જેન્તીલાલ ચાપાણી તથા મંત્રી ભગોરા સહિતનાએ આ તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જ્યાં સુધી આ વિકટ પરિસ્થિતિ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમામ લોકો માટે આ વ્યવસ્થા યથાવત રાખવામાં આવનાર છે.