મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 1 દિવસીય રાષ્ટ્રવ્યાપી બંધને સમર્થન આપી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુંમોરબી : ઓનલાઈન દવાઓના વેચાણ (ઈ-ફાર્મસી) અને મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા બજારમાં પ્રભુત્વ જમાવવા માટે અપાતા ભારે ડિસ્કાઉન્ટ (પ્રીડેટરી પ્રાઈસિંગ) ના વિરોધમાં આગામી 20 મે 2026 ના રોજ ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (AIOCD) દ્વારા એક દિવસીય રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને પણ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. આ મામલે એસોસિએશન દ્વારા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગેરકાયદેસર ઈ-ફાર્મસીઓનું બેફામ સંચાલન, કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતું અન્યાયી ડિસ્કાઉન્ટ અને કોવિડ સમયના નોટિફિકેશન (GSR 220(E)) ના સતત અમલીકરણના કારણે દેશભરના 12.40 લાખ કેમિસ્ટ અને તેમના પર નિર્ભર 5 કરોડ લોકોની આજીવિકા સામે મોટું સંકટ ઉભું થયું છે. આ ઉપરાંત નોટિફિકેશન GSR 817(E) પાછું ખેંચવા પણ માંગ કરાઈ છે.ઓનલાઈન દવાઓના વેચાણથી જાહેર આરોગ્યને પણ મોટો ખતરો ઉભો થઈ રહ્યો છે. એસોસિએશને રજૂઆતમાં જણાવ્યું છે કે, ઓનલાઈન પ્લેટફોર્મ પર માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ, નકલી પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ, એન્ટીબાયોટીક્સ અને આદત પાડી દે તેવી નશાકારક દવાઓની સરળ ઉપલબ્ધતા જેવા ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. દર્દી અને ફાર્માસિસ્ટ વચ્ચે કોઈ સીધો સંપર્ક ન હોવાથી નકલી અને ખરાબ રીતે સ્ટોર કરાયેલી દવાઓનું જોખમ પણ વધે છે.આ રજૂઆતમાં મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ કિરણ મહેશ્વરી અને સેક્રેટરી જયેશ ટોળીયા સહિતના મેડિકલ સ્ટોર ધારકો દ્વારા રાજ્ય સ્તરે યોગ્ય હસ્તક્ષેપ કરવા અને ભારત સરકારને આ અંગે કડક પગલાં લેવા ભલામણ કરવા માંગ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઈ-ફાર્મસીઓ પર નિયંત્રણ લાવવા અને નાના કેમિસ્ટના અસ્તિત્વને બચાવવા તેમજ લોકોના સ્વાસ્થ્યના હિતમાં આગામી 20 મેના રોજ મોરબીમાં આવેલા 200થી વધુ મેડિકલ સ્ટોરમાંથી 150થી વધુ મેડિકલ આ એસોસિએશનમાં જોડાયેલા છે. જેઓ બંધ પાળી પોતાનો વિરોધ નોંધાવશે.આટલા મેડિકલ સ્ટોર ચાલુ રહેશેજો કે, 20 મેના રોજ દર્દીઓને અગવડતા ન પડે તે માટે નીચે મુજબના મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે.1) ડૉ. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ, સાવસર પ્લોટ, મોરબી.2) ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, શનાળા રોડ, મોરબી3) સમર્પણ હોસ્પિટલ, મહેન્દ્ર નગર, મોરબી-૨4) આયુષ મેડિકલ સ્ટોર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી5) સિટી મેડિસિન્સ, શનાળા રોડ, મોરબી6) સદભાવના મેડિકલ સ્ટોર, જેલ રોડ, મોરબી7) અશોક મેડિસિન્સ, સરદાર મેઈન રોડ, મોરબી#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiChemistAssociation #MedicalStrike #EPharmacyProtest #MedicalStoreBandh #GujaratFDA