માંગ પુરી ન થાય તો 15 જૂનથી ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકીમોરબી : મોરબીના રીલીફ નગરમાં રહેતા પૂર્વ આર્મી મેજર એમ.જી. મારૂતી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને સ્મૃતિપત્ર પાઠવીને સેવા સદનના બંધ દરવાજા ખોલવા રજૂઆત કરાઈ છે. અગાઉ 08/05/2026 ના રોજ કરાયેલી રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ફરી લેખિત રજૂઆત કરાઈ છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સેવા સદનના દરવાજા બંધ હોવાને લીધે અહીં આવતા સિનિયર સિટીઝનો અને અસાધ્ય બીમારીવાળા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી સેવાસદનના એક સિવાયના તમામ દરવાજા ખોલવામાં આવે તો બીજી ઓફિસ સુધી પહોંચવામાં સરળતા રહે. પૂર્વ મેજરે ચીમકી આપી છે કે જો આ દરવાજા ખોલવામાં નહીં આવે તો તેઓ 15 જૂનથી સેવા સદન બહાર ઉપવાસ પર બેસશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ પત્રની નકલ મુખ્યમંત્રી, સંસદ સભ્ય અને ધારાસભ્ય સહિતના અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiSevaSadan #PublicIssue #MorbiNews #Protest #ExMajor