મોરબી : મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે જ્યાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આજે વિજય દશમી નિમિતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SP, DYSP સહિતના અધિકારીઓ હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું હતું.મળતી માહિતી અનુસાર, ગુજરાત પોલીસ દ્વારા લોકોની સલામતી માટે જે હથિયાર પોલીસને આપવામાં આવતા હોય છે તે હથિયારોનું વિજયાદશમીના દિવસે દર વર્ષે પૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે મોરબી શહેરના સમાકાંઠા વિસ્તારમાં તાલુકા પોલીસ લાઈન ખાતે SP રાહુલ ત્રિપાઠી, DYSP પી.એ.ઝાલા, તથા સમીર સાગરા તેમજ પોલીસ મથકના PI અને PSI સહિતના અધિકારીઓ હજાર રહ્યા હતા. તેમજ મોરબી શહેર અને જિલ્લામાં શાંતિ સ્થપાય રહે તેવી પ્રાર્થના કરી હતી.