શાસ્ત્ર શું કહે છે? આવો જાણીએ મોરબી : કારતક-માગશર એટલે કે ઓક્ટોબર-નવેમ્બર મહિનાની અંદર શું વિવાહના મુહૂર્તો જ નથી ? અને વિવાહ કરવા પણ ફરજિયાત છે તો શું કરવું ? આ અંગે મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીગ્નેશભાઈ પંડ્યાએ જરૂરી માહિતી આપી છે.સિંહસ્થ ગુરુસિંહસ્થ ગુરુમાં વિવાહ કરવા યોગ્ય છે?જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ સિંહસ્થ ગુરુમાં વિવાહ માત્ર ને માત્ર ગંગા અને કાવેરી નદીના ક્ષેત્રમાં જ થઈ શકે એવું વિધાન જ્યોતિષ શાસ્ત્રમાં આપેલ છે. તેમજ ત્યાં પણ ઘણા પરિહાર આપી અને વિવાહ કરવા એવું જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનો કહે છે. જેમ કે સૂર્ય મેષ રાશિનો હોય અને ગુરુ સિંહ રાશિમાં હોય, સિંહ રાશિના નવમાંશમાં હોય તો વિવાહ કરવામાં દોષ નથી. આવા પરિહાર જ્યોતિષ શાસ્ત્રમાં બતાવેલ છે. આની પહેલા પણ જ્યારે 2015/2016 માં સિંહસ્થ ગુરુ હતો ત્યારે પણ આપડે સાંજ સમાચાર 4-3-2015 ના અકિલા/ દિવ્ય ભાસ્કર/ગુજરાત સમાચાર/ 31/03/2015ના સંદેશ વગેરે તમામ જાહેર પત્રોમાં અમારો લેખ છપાયો હતો.જ્યોતિષ શાસ્ત્ર બહુ ગૂઢતાનો વિષય છે સાથે સાથે દરેક પ્રકારના ઋષિઓના મતમતાંતર તેમજ અલગ અલગ શાસ્ત્રોક્ત પુસ્તકોના અધ્યયન દ્વારા ‘ધર્મસિંધુ’, ‘નિર્ણયસિંધુ’ ગ્રંથોમાં વિવાહ માટે યોગ્ય કાળ તેમજ કન્યાદાનના પ્રકારો પણ આપ્યા છે તેમજ વિવાહના પણ પ્રકારો આપ્યા છે.આપણે માત્ર એક વિષયને કે સિંહસ્થ ગુરુ હોવાથી વિવાહ સગાઈ ન થઈ શકે તો ઋષિમુનિઓના સિદ્ધાંતો તેમજ ધર્મશાસ્ત્રની મર્યાદાઓ તૂટે છે. અને ઘણા જ્યોતિષીઓએ એવી આગાહી કરી કે સિંહસ્થ ગુરુમાં જો વિવાહ થશે તો લગ્ન વિચ્છેદ (છૂટાછેડા) થાય. આવી આગાહી કરી જે જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંતોને આપણે શાસ્ત્ર જાણ્યા વગર સ્વયં તોડીએ છીએ. શું સિંહસ્થ ગુરુ હોય ત્યારે જ છૂટાછેડા થાય છે? છૂટાછેડા થવાના ઘણા કારણો હોય છે: કુંડળી મેળવવી તેમજ ગ્રહોના બળ જોવા તેમજ ગુણમેળાપક વગેરે... વગેરે...સૌથી પહેલા તો જે સમયે આપણા શાસ્ત્રો લખાણા એ સમયની દ્રષ્ટિએ જ્યોતિષ શાસ્ત્રમાં કન્યા કોને કહેવાય?अष्टवर्षा भवेद् गौरी नववर्षा च रोहिणी।दशवर्षा भवेत् कन्या द्वादशे वृषली स्मृता॥ (ज्यो.नि.)અષ્ટ વર્ષા ભવેદ ગૌરી નવ વર્ષા ચ રોહિણી।દશવર્ષા ભવેત કન્યા દ્વાદશે વૃષલી સ્મૃતા॥ (જ્યો.નિ.)આવી રીતે કન્યાના પ્રકાર કહ્યા છે. પ્રાચીન કાળમાં દીકરીને બાર વર્ષ કે સોળ વર્ષની થાય ત્યારે કન્યાદાન આપી દેતા અને દીકરી જ્યાં સુધી આણું ન કરે ત્યાં સુધી પિતાના ઘરે સુખેથી રહી શકતી. હાલમાં પણ અમુક અમુક ક્ષેત્રોમાં અમુક જ્ઞાતિઓમાં બાળ વિવાહ થાય છે ત્યાં આવી પ્રથાઓ કે રીત-રિવાજો (કુરીવાજો) છે.વિવાહમાં પણ બે પ્રકારના ભેદ છે:1. કન્યાદાન2. સ્ત્રીદાન (જે દીકરી રજસ્વલા થતી હોય તે)આશ્વલાયન સૂત્રમાં કહ્યું છે કે:અષ્ટ વર્ષા ભવેદ ગૌરી નવ વર્ષા ચ રોહિણી।દશવર્ષા ભવેત કન્યા દ્વાદશે તુ રજસ્વલા॥आश्वलायन गृह्यसूत्र (आश्वलायन सूत्र)अष्टवर्षा भवेद् गौरी नववर्षा च रोहिणी।दशवर्षा भवेत् कन्या द्वादशे तु रजस्वला॥એટલે કે કન્યાદાન રજસ્વલા ન થતી હોય તેવી દીકરીનું કન્યાદાન અને જે દીકરી ઋતુમતી થતી હોય તેવી દીકરીનું સ્ત્રીદાન. આમ તો શાસ્ત્રોમાં કન્યાદાન મહત્વનું છે પરંતુ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે:अयं तु युगधर्मों हि वर्तंते ।।श्रीमद्भागवत माहात्म्य।।એ મુજબ આપણા શાસ્ત્રો દરેક યુગ મુજબ, દરેક યુગમાં યુગ દ્રષ્ટા બનીને આપણી સાથે ઊભા રહે છે જેથી આપણને મુશ્કેલી ન થાય અને મુશ્કેલીનો ઉપાય પણ આપણા શાસ્ત્રોએ આપ્યો.પિતુર્ગેહે તુ યા કન્યા રજઃ પશ્યત્ય અસંસ્કૃતા। સા કન્યા વૃષલી જ્ઞેયા તત્પતિ વૃષલીપતિ॥ (હારિત.નિ.૩૫.પ્રુ)हारित स्मृति / निबंधपितुर्गृहे तु या कन्या रजः पश्यत्यसंस्कृता।सा कन्या वृषली ज्ञेया तत्पतिर्वृषलीपतिः॥એ મુજબ જે દીકરી પિતાના ઘરે ઋતુમતી થતી હોય અને કન્યાદાન ન થયું હોય તેવી દીકરીને કન્યા કહેવાતી નથી. તે દીકરી પ્રોઢા બની જાય છે, સ્ત્રી બની જાય છે.संस्कार भास्करअतिप्रौढा तु या कन्या कुलधर्मविरोधिनी।अतिशुद्धापि सा देया चन्द्रलग्नबलेन तु॥અતિપ્રોઢા તુ યા કન્યા કુલધર્મવિરોધિની।અતીશુદ્ધાપિ સા દેયા ચંદ્રલગ્નબલેન તુ॥ (સંસ્કાર ભાસ્કર)રજસ્વલા દીકરીને આપણા શાસ્ત્રોએ અતિપ્રોઢા સ્ત્રી કહી છે અને ઉંમરમાં પણ મોટી થઈ ગયેલી દીકરી હોય અને આપણા ધર્મને કુળને અનુકૂળ ન હોય તો માત્ર ચંદ્રબળ, લગ્નબળ જોઈને વિવાહ કરવા અતિશુદ્ધ ગણવામાં આવ્યા છે. એવી જ રીતે:ज्योतिष निबंध (ज्यो.नि.)रजस्वला यदा कन्या गुरुशुद्धिर्न चिन्तयेत्।अष्टमेऽपि प्रकर्तव्यों विवाहस्त्रिगुणार्जनात्॥રજસ્વલા યદા કન્યા ગુરુશુદ્ધિર્ન ચિંતયેત્।અષ્ટમેઽપિ પ્રકર્તવ્યો વિવાહસ્ત્રિગુણાર્ચ્નાત્॥ (જ્યો.નિ.)રજસ્વલા કે ઋતુમતી થાય તે પહેલા દીકરીના લગ્ન કરી દેવા જોઈએ અને ગુરુ કુંડળી મુજબ તેમજ લગ્ન મેળાપક જોઈ લગ્ન કરવા જોઈએ.વિવાહના મુહૂર્તોવિ.સં. 2083– લગ્નના મુહૂર્તો કારતક માસસિંહસ્થ ગુરુ વારા મુહૂર્ત સુદ 12 શનિ 21-11-26 રેવતી મીન વૃશ્ચિક સુદ 15 મંગળ 24-11- 26 કૃતિકા મેષ/વૃષભ વૃશ્ચિકવદ 1 બુધ 25-11- 26 રોહિણી વૃષભ વૃશ્ચિકવદ 2 ગુરુ 26-11-26 મૃગશીર્ષ વૃષભ/મિથુન વૃશ્ચિકવદ- 9, બુધવાર: તારીખ 2/12/25, નક્ષત્ર: પુ.ફા./ઉ.ફા., રાશિ: સિંહ/કન્યાવદ - 10, ગુરૂવાર: તારીખ 3/12/25, નક્ષત્ર: ઉ.ફા./હસ્ત, રાશિ: કન્યાવદ - 11, શુક્રવાર: તારીખ 4/12/25, નક્ષત્ર: હસ્ત/ચિત્રા, રાશિ: કન્યા/તુલાવદ - 12, શનિવાર: તારીખ 5/12/25, નક્ષત્ર: ચિત્રા/સ્વાતિ, રાશિ: તુલાવદ - 13, રવિવાર: તારીખ 6/12/25, નક્ષત્ર: સ્વાતિ/વિશાખા, રાશિ: તુલામાગશર માસશુક્લ - 2, શુક્રવાર: તારીખ 11/12/25, નક્ષત્ર: પૂર્વાષાઢા/ઉત્તરાષાઢા, રાશિ: ધનુશુક્લ - 3, શનિવાર: તારીખ 12/12/25, નક્ષત્ર: ઉત્તરાષાઢા/શ્રવણ, રાશિ: ધનુ/મકર26/6/27 થી 26/11/27 માં પણ સિંહસ્થ ગુરુ છે જેના મુહૂર્તો પછી આપીશું. તેમજ 28/02/28 થી 24/07/28 સુધીમાં પણ સિંહસ્થ ગુરુ છે જેના મુહૂર્તો પછી આપીશું.કર્મકાંડના કર્મઠ ગુરુ નામના પુસ્તકમાં કહ્યું છે કે પુણ્યાહવાચન વખતે ત્રણ કળશ મૂકી અને ત્રણે કળશમાં ક્રમથી ગંગા, યમુના અને કાવેરી (સરસ્વતી) અવિરતપણે ત્રણે કળશમાં ત્રણે નદીનું આહ્વાન કરી અને...