મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 09/04/2026 ને ગુરૂવારના રોજ વીજ લાઈનો પર મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને પગલે અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે.જેમાં ઇનટાઇલ, જીબોન, સીમાનટો, ક્રિપટોન, ફીનોલેક, આર.કે., લેક્ટોન અને યુરો ઇન્ડસ્ટ્રીયલ ફીડર હેઠળ આવતા તમામ વિસ્તારોમાં સવારે 8:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. આ ફીડરો હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (HT) વિસ્તારોમાં વીજકાપ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે. #Morbi #MorbiUpdate #PowerCut #Maintenance #IndustrialNews #MorbiIndustry #PGVCL