વાંકાનેર : વાંકાનેર શહેરમાં મોટાભાગે રોડ રસ્તા ખાડાધારી બન્યા છે. જેથી વાહન ચાલકો અને રાહદારી માટે જોખમ ઉભું થઈ રહ્યું છે. હાલ સામાન્ય વરસાદમાં જ પાણીના નિકાલની વ્યવસ્થામા તંત્ર ઉણું ઉતર્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ મથક નજીક જુનવાણી શૌચાલય ગંદકી વચ્ચે અડીખમ ઉભું રહ્યું છે. ગંદા ગટરના પાણી સહિત હાલ મોસમના વરસાદના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અહીં પાણી ભરાયા છે. રોગચાળાનો ગંભીર બને તે પહેલા તંત્ર વાહકો ફરજના ભાગે એલર્ટ થઈ પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.