નાના રામપર પાસેની નદી બની ગાંડીતુર : ભીમસરમાં પણ ઘરોમાં પાણી ઘુસ્યા મોરબી : મોરબીની અવની ચોકડી, લીલાપર રોડ પર આવેલ રામવીજય સોસાયટી, વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં અનેક ઘરોમાં પણ પાણી ઘુસ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સાથે નદીકાંઠે આવેલા ભીમસર ગામે પણ ઘરોમાં પાણી ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું છે. રવાપર- ધૂનડા રોડ પર ઉમિયાનગર-2 પાછળના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વધુમાં નાના રામપર પાસે આવેલ નદીમાં ઘોડાપુર આવ્યું છે. અવની ચોકડી ઉમિયાનગર પાછળનો વિસ્તાર કારીયા સોસાયટી ભીમસર