શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીએ 'ધ પ્યોરિટી પ્રોજેક્ટ' અંતર્ગત સાયન્સ ફેર યોજાશે : ઘર વપરાશની ચીજવસ્તુઓનું સ્થળ પર જ ફ્રી ટેસ્ટિંગ કરી અપાશેમોરબી: હાલના સમયમાં ખોરાકમાં થતી ભેળસેળ અને કોસ્મેટિક્સમાં વપરાતા હાનિકારક કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની ગયા છે. ત્યારે મોરબીની શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. કોલેજ દ્વારા 'ધ પ્યોરિટી પ્રોજેક્ટ: સાયન્સ ફોર સેફર લિવિંગ' થીમ પર એક ભવ્ય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકોને ઘરવપરાશની વસ્તુઓનું નિ:શુલ્ક ટેસ્ટિંગ કરી આપવામાં આવશે.આ સાયન્સ ફેરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ અને હાનિકારક રસાયણો વિશે જાગૃત કરવાનો છે. આ પ્રદર્શનમાં આવનાર દરેક મુલાકાતીઓ પોતાના ઘરેથી ખાદ્ય પદાર્થો અને કોસ્મેટિક્સના સેમ્પલ (નમૂના) સાથે લાવી શકશે. જેનું કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સ્થળ પર જ લેબોરેટરી ટેસ્ટિંગ કરી આપવામાં આવશે અને તે પણ તદ્દન મફત.કઈ કઈ વસ્તુઓનું ટેસ્ટિંગ કરાવી શકાશે?ખાદ્ય પદાર્થો (Food Items):● દૂધ, ઘી, ખાદ્યતેલ, મધ● ચોખા (ભાત), હિંગ, આયોડિનયુક્ત મીઠું / સામાન્ય મીઠું● કોપરેલ, કાળા મરી, કોફી, આઈસ્ક્રીમ● લીલા શાકભાજી: (જેમાં મેલાકાઈટ ગ્રીનની ભેળસેળ છે કે કેમ તે ચકાસી શકાશે)● પીળા કલરની વસ્તુઓ: મીઠાઈ, લાડુ, જલેબી, સરબત, દાળ, હળદર, ગોળ, તૈયાર ચા વગેરે.કોસ્મેટિક્સ / બ્યુટી પ્રોડક્ટ્સ:● નેલ પોલિશ, નેલ પોલિશ રીમુવર● કોમ્પેક્ટ પાવડર, મોઈશ્ચરાઈઝર● લિપસ્ટિક, આઈ શેડો, મસ્કરાકાર્યક્રમની વિગત:● તારીખ: ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬● સમય: સવારે ૭:૩૦ થી બપોરે ૧૨:૩૦ સુધી● સ્થળ: શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, કન્યા છાત્રાલય કેમ્પસ, મોરબીસંસ્થાના પ્રિન્સિપાલ આરતી રોહને જણાવ્યું હતું કે, 'ભેળસેળ મુક્ત ભોજન અને કેમિકલ મુક્ત જીવન'ના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ જ્ઞાનવર્ધક કાર્યક્રમનો લાભ લેવા માટે મોરબીની જનતાને ભાવભર્યું આમંત્રણ છે.