મોરબી : મોરબીના બેલા-ભરતનગર ખાતે આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આવતીકાલે 9 એપ્રિલના રોજ હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.જ્યાં હનુમાન જયંતિ પ્રસંગે કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે ખોખરા હનુમાન હરિહરધામ ખાતે 9 એપ્રિલ ને રવિવારના રોજ હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી અને કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહેશે અને ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે.