મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 17-04-2026 ને શુક્રવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1685/-ઘઉં: રૂ. 540/-મગફળીઃ રૂ. 1386/-જીરું: રૂ. 4080/-વરીયાળીઃ રૂ. 1376/-સફેદ ચણાઃ રૂ. 1540/-તુવેરઃ રૂ. 1470/-રાયડો: રૂ. 1216/-ચણા: રૂ. 1046/-એરંડા: રૂ. 1226/-કાળા તલ: રૂ. 3240/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 640/-રીંગણા: રૂ. 240/-કારેલા: રૂ. 640/-ગુવાર: રૂ. 540/-ભીંડો: રૂ. 500/-ટમેટા: રૂ. 280/-કોબીજ: રૂ. 120/-કાકડી: રૂ. 400/-લીંબુ: રૂ. 3040/-દુધી: રૂ. 180/-સુકી ડુંગળી: રૂ. 290/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 2778 ક્વિન્ટલ ઘઉં, 95 ક્વિન્ટલ કપાસ, 205 ક્વિન્ટલ જીરુંની આવક, 180 ક્વિન્ટલ એરંડાની આવક, 170 ક્વિન્ટલ ચણા, 12 ક્વિન્ટલ વરીયળી, 63 ક્વિન્ટલ રાયડાની અને 56 ક્વિન્ટલ તુવેરની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi