મોરબી : મોરબી મહાપાલિકા માટે તબક્કાવાર અધિકારીઓની નિમણુંક થઈ રહી છે. ત્યારે આજે નગર આયોજન અને મુલ્યાંકન ખાતાના પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ની નિમણુંક થઈ છે. જેમાં મોરબી ખાતે ફરજ બજાવતા કલ્પેશકુમાર અનંતરાય કાછડીયા અને રાજકોટમાં ફરજ બજાવતા કૃતિ ભરતકુમાર ખોખાણીને મોરબી મહાપાલિકામાં પ્લાનિંગ આસિસ્ટન્ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.