મોરબી : મોરબીના એડવોકેટ નીતિનકુમાર પંડ્યા સહિત ત્રણ વકીલોની રેલવેમાં પેનેલ એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણુંક બદલ તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.રેલવે દ્વારા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર કોર્ટ માટે એડવોકેટ પેનલની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર પંડ્યા તેમજ સોનલબેન પરમાર અને મહિધર દવેની મોરબી કોર્ટમાં પેનલ એડવોકેટ તરીકે નિમણુંક કરવામાં આવી છે.