મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ તથા મોરબી તાલુકાના વરિષ્ઠ આગેવાનો સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા એ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોરચા અને વાંકાનેર તાલુકા કિસાન મોરચાના પદાધીકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. જેમાં મોરબી તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે ગોપાલભાઈ સોલંકી, મહામંત્રી તરીકે જયંતીભાઈ ચૌહાણ અને લાલજીભાઈ સોલંકી, ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ ચાવડા અને જેરામભાઈ પરમાર, મંત્રી તરીકે વસંતભાઈ ટુંડીયા, કરમશીભાઈ પરમાર, કિશોરભાઈ સાગઠીયા અને જૈનીશભાઈ મકવાણા, કોષાધ્યક્ષ તરીકે દેવશીભાઇ પરમારની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી તાલુકા કિસાન મોરચાના પ્રમુખ તરીકે બિપીનભાઈ વાઘડિયા, મહામંત્રી તરીકે કાંતિભાઈ કડીવાર અને ભગવાનજીભાઈ કાચરોલા, ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ મોરડીયા અને સુરેશભાઈ કાસુન્દ્રા, મંત્રી તરીકે દાજીરામસિંહ ઝાલા, મહેન્દ્રભાઈ સાણદીયા, જયંતીભાઈ અઘારા અને ધનજીભાઈ પરમાર, કોષાધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ છનીયારાની વરણી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..