પ્રમુખ તરીકે જીતુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રભાઈ મહેતાની નિમણૂકમોરબી : આજ રોજ ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર કચેરીમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જિલ્લા નોટરી એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ નવી નિમણૂક તારીખ 1-9-2025 થી એક વર્ષ માટે કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ તરીકે મોરબીના ધારાશાસ્ત્રી અને નોટરી જીતુભાઈ પટેલની વરણી કરાઈ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે મોરબીના ધારાશાસ્ત્રી અને નોટરી વિરેન્દ્રભાઈ મહેતા, સેક્રેટરી તરીકે ટંકારાના ધારાશાસ્ત્રી અને નોટરી હિરેનભાઈ નિમાવત, જોઈન્ટ સેક્રેટરી તરીકે વાંકાનેરના અનિરુદ્ધસિંહ ઝાલાની નિમણૂક કરાઈ છે. કારોબારી સભ્યો તરીકે નીતિનકુમાર પંડ્યા, નિલેશભાઈ ગોસ્વામી, હેતલબેન મહેશ્વરી, રાધિકાબેન મીરાણી, આર.એસ. મેવાડા, એ.પી. કંઝારીયા અને રઘુવીરસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે.