મોરબી : મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી (બ.સ.પા.) દ્વારા નવા હોદેદારોની નિમણુંક કરી નવા માળખાની રચના કરવામાં આવી છે. મોરબી જીલ્લામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા માટે ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા અને મોહનભાઈ રખૈયા દ્વારા સર્કિટ હાઉસમાં મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી બ.સ.પા.ના પદાધિકારીઓ તથા સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં સર્વાનુમતે મોરબી જીલ્લા પ્રભારી તરીકે ભરતભાઈ સાગઠીયા, જીલ્લા અધ્યક્ષ તરીકે દિલીપભાઈ, જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે મુસાભાઈની વરણી કરાઈ હતી. આવનાર દિવસોમાં પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર ઉતરી પ્રજાના પ્રશ્નોને વાચા આપશે. આ ઉપરાંત, દરેક જ્ઞાતિ, ધર્મના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ અપાશે. ઇચ્છુક યુવાનોએ આગળ આવી પ્રતિનિધિમંડળને મળવું તેમ યાદીમાં જણાવાયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..