મોરબીઃ વર્ષ 1949થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરતું વિદ્યાર્થીઓનું સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નું 54મું પ્રદેશ અધિવેશન તારીખ 6 થી 8 જાન્યુઆરી દરમિયાન ભાવનગર ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતની વર્ષ 2023-24 માટે નવનિયુક્ત કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મોરબીના કાર્યકરોને સ્થાન મળતાં તમામને શુભેચ્છાઓ મળી રહી છે. મોરબી શાખાના કાર્યકર્તા કર્મદીપસિંહ ઝાલા (મોરબી નગર સહ મંત્રી), બંસરીબેન મહેતા (R.o. Patel મહિલા કોલેજ પ્રમુખ)ની ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણૂક થતા ABVP મોરબી પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે.