મોરબી : રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી તરીકે મોરબીના મહાવીરસિંહ જાડેજાની નિમણુક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ તથા 8 મહાનગરોમાં યુવા ભાજપના પ્રભારીના નામની ઘોષણા કરી છે. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષની નામો જાહેર કરવામાં આવ્યા છે. મોરબી જીલ્લામાથી મહાવીરસિંહ જાડેજાની રાજકોટ જીલ્લા યુવા મોરચાના પ્રભારીની નિમણુક કરવામા આવી છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા મહાવીરસિંહ એ Bcom L.L.B નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. જેઓ ABVPના સ્થાયી કાર્યકર્તા છે અને ૨૦૦૮થી ૨૦૧૪ સુધી અખિલ ભારતીય વિદ્યાથી પરીષદ ABVPમા અલગ અલગ જવાબદારીઓ વહન કરી છે. તેઓ ABVP મોરબી શહેર સહમંત્રી, ABVP મોરબી શહેર મંત્રી, ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય, મહેસાણા સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવેલ ૧ વર્ષ સુધી મહેસાણા ABVP પૂર્ણકાલિન તરીકે કાર્ય કરી ચુક્યા છે. આ તકે તેમના સાથી કાર્યકર્તા, યુવા મોરચા ભાજપના કાયઁકતા તેમજ મિત્રો, સ્નેહીજનોમા હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. હાલમાં તેમના પર અભિનંદન અને શુભકામનાઓ વરસાદ વરસાવી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..