મોરબી : આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને આધુનિક ભારતના ઉચ્ચ આદર્શોને સમર્પિત ગુરૂવંદના મંચ દ્વારા મોરબીના કબીર આશ્રમના મહામંડલેશ્વર શિવરામ બાપુની આ સંસ્થાના ગુજરાત રાજ્યના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમજ તેઓને પવિત્ર ગુરુ-શિષ્ય પરંપરામાં અચળ સ્થિર રહી વૈદિક કાળના પદચિન્હો પર અવિરતપણે ચાલતા રહી ભારતને વિશ્વગુરુના સ્થાન ઉપર પુનઃ સ્થાપિત કરવાના ભગીરથ પ્રયાસોમાં તેમનું યોગદાન યશસ્વી સાબિત થાય તેવી શુભેચ્છાઓ પાઠવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..