સાપકડા તાલુકા પંચાયત બેઠકના મહિપાલસિંહ ઝાલાની પસંદગી હળવદ : હળવદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે સાપકડા તાલુકા પંચાયતની બેઠક પર વિજેતા થયેલ મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. હળવદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા તાલુકા પંચાયત પર ભાજપએ કબજો કર્યો છે અને કોંગ્રેસને 3 સીટથી જ સંતોષ માનવો પડયો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા મહિપાલસિંહ ઝાલાની તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકેની વરણી કરવામાં આવી છે. વિપક્ષીનેતા પદે માહિપાલસિંહ ઝાલની નિમણૂક થતા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ, હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, ટીકર તાલુકા પંચાયતના સદસ્ય વાસુદેવભાઈ પટેલ, ઇસનપુર તાલુકા પંચાયતના સદસ્ય દીપકભાઈ પરમાર, હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વપ્રમુખ જટુભા ઝાલા, વેલાભાઇ ભરવાડ, દલપતભાઈ સોલંકી, ખુમાનસિંહ ઝાલા, મનસુખભાઈ પટેલ, પી.બી ગઢવી, ધમભા ઝાલા, ભરતભાઈ કણજરિયા, જીતુદાન ગઢવી, ગોવિંદભાઈ રબારી, રજનીભાઈ પટેલ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી.