હળવદ : હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ રાજ્ય પંચાયત મંત્રી અને હાલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયાની પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી પદે નિયુક્તિ કરવામાં આવી છે. આજે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા વિવિધ મોરચાના પ્રદેશ પ્રભારીની નિમણુંકો કરવામાં આવી હતી. જેમાં હળવદના જયંતીભાઈ કવાડિયાની પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રભારી તરીકે નિયુક્તિ કરાતાં હળવદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવ્યા છે.